Pages

Thursday, 21 June 2018

શ્રી રંગ માધ્યમિક શાળા માં 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ધોરણ 8-9-10-11-12 ના કુલ  315 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના વ્યાયામ શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ પટેલે શાળાના બાળકોને યોગ એટલે શું અને યોગ કરવાથી શું ફાયદા થાય તે વિષે ખુબ જ સરસ માહિતી આપી હતી. "યોગ ભગાવે રોગ " "કરો યોગ તો ભાગે રોગ " જેવા સૂત્રો સાથે અષ્ટાંગ યોગ વિષે પદ્ધતિસરની માહિતી આપી હતી. જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ વિષે વિગતવાર માહિતી આપી યોગ નિદર્શન કર્યું હતું અને બાળકોને વિવિધ આસાન અને પ્રાણાયામ કરાવ્યા હતા. જેના વિવિધ ફોટોગ્રાફ્સ નીચે મુજબ છે.